Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
થાય એ!
થાય એ!
★★★★★

© Himal Pandya

Others

1 Minutes   13.7K    3


Content Ranking

ક્યાં જરુરી હોય છે કે ધારીએ જે, થાય એ;
આપણે સ્વીકારવાનું, હોય એ - દેખાય એ.

અર્થની ખોટી પળોજણમાં પડી શું પામવું?
તારવી લેવાનું જાતે જેટલું સમજાય એ.

આપણું જે હોય છે એ ક્યાંય પણ જાતું નથી,
આપણું હોતું નથી, જે હાથમાંથી જાય એ.

સંબંધના પહેરણમહીં એકાદ ખાંપો અવગણો,
એ જુઓ, સાંધી લીધું મેં જેટલું સંધાય એ.

વહી જવા દેવાનું, જેને રોકવું મુશ્કેલ છે,
સાચવી લેવાનું ભીતર, જે કશું સચવાય એ.

ખૂબ સ્હેલી રીતથી મેં કહી દીધું, કહેવું હતું,
મૂક માથાકૂટ, ગઝલ આ થાય કે ના થાય એ!

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..