Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Umesh Tamse

Inspirational Classics

4  

Umesh Tamse

Inspirational Classics

મળી છે...

મળી છે...

1 min
13.4K


ધબકતા હૃદયને વસાહત મળી છે,

ઉભરતા કવિને કવાયત મળી છે.

નયનથી નયનને કર્યાં તેં જ ઘાયલ,

હવે ગીત રચવા કરામત મળી છે.

ગઝલને રચીને કરી જે મહેનત,

મને એ પછીથી શરાફત મળી છે.

વખાણી અમારી ગઝલને સદાયે,

હજી પણ મને એ ઈબાદત મળી છે.

પહેલાં ગઝલની સમજ ના હતી ને,

સમજતા થયા તો ઈબારત મળી છે.


Rate this content
Log in