બજારો ભરું છું
બજારો ભરું છું
1 min
13.5K
હું સંશય સતત એકધારો કરું છું,
ન હોવાનો પાક્કો ઇશારો કરું છું.
ભીતર વેદનામાં વધારો કરું છું,
સુખી છું હું એવો નજારો કરું છું.
હયાતીનો મોટો પથારો કરીને,
શું શ્વાસોમાં ખાલી વધારો કરું છું?
આ સંબંધ કાપે અને રક્ષે મુજને,
ને એની જ સામે પ્રહારો કરું છું!
વધારી મેં લીટી, કરી ટૂંકી એની,
છતાં કેમ એના વિચારો કરું છું?