Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Masum Modasvi

Others

4  

Masum Modasvi

Others

ભ્રમણા

ભ્રમણા

1 min
13.6K


મનમાં પડેલી લાગણી જાગી ફરી ખરી,
રુઠી પડેલી ભાવના હસવા લગી ખરી.

કોયલ ટહુકા ગીતનાં આંબે લગાવતી,
વરસી તરસતી કામના ભાવો  ભરી ખરી.

લોલક સમયની ચાલનુ જડપી ગતી ફરે,
મળવા હ્રદયને ચીંધતી પગલાં ગણી ખરી.

હોશો હવાસે કાપશે લાંબી મજલ હવે,
ટુટી પડેલી આશના સપનાં ધરી ખરી.

જાણે અજાણે  કેટલી ખોટી કથા ચલી,
નાહક ઉઠેલી ભ્રમણા ભાંગી પડી ખરી.

શંકા ભરેલા વાદળો પાછા વળી ગયાં,
સાચી હકીકત આખરે સાચી પડી ખરી.

હળવું થયેલું મન હવે માસૂમ અલગ ઢબે,
જીવન સફરને આંબસે આશા નવી ખરી


Rate this content
Log in