Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mahebub Sonaliya

Romance

3  

Mahebub Sonaliya

Romance

સ્તુતિ જો એની

સ્તુતિ જો એની

1 min
13.5K


સ્તુતિ જો એની ખરાં દિલથી ફક્ત થૈ જાશે

ગઝલ અમારી ભજન જેમ વ્યકત થૈ જાશે


હૃદયની ઊર્મિ કદી શબ્દની ગુલામ નથી

ભલે કશું ન કહો તોય વ્યકત થૈ જાશે


ખબર ખુદાને અગર હોત તો ઘડે જ નહીં

મનુષ્ય માત્ર જો પૈસાનો ભક્ત થૈ જાશે


અરે આ મોક્ષ તણો મોહ પણ તો લાલચ છે

કે ભેખ પ્હેરી ને મન ક્યાં વિરક્ત થૈ જાશે ?


કરું છું એટલે સત્કાર સૌ મુસીબતનો

શરીર આખરે એમ જ સશકત થૈ જાશે


Rate this content
Log in