Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Others

2  

Kiran shah

Others

વાટ જુએ

વાટ જુએ

1 min
1.4K


ઉંબરે ઉભી, નજર પાથરી
એક પગ ઘરમાં એક ઉંબરે
 
રાહ જુ્એ આવનારની..
નયને નીર ઉંભરાય.
બંધ સંયમનો તુટયો!
 
એક એક કરતા દિવસો ગયા.
દિવસો કયારે મહીના બન્યા,
મહીનાના વરસો થયા...
 
આજ આવશે કાલ આવશે?
રાહ જોતી જ રહી.
 
કોઈ સંદેશ કોઈ પત્ર, કોઈ ખબર..
આશાઓ વાંઝણી સાબિત થઈ,
વાટ નિરખતીતે ઉંબરે થંભી ગઈ..
 
લીધો વિજોગણનો વેશ 
પ્રિયતમ ગયો પરદેશ 
વૈરી બન્યો સમય 
અશ્રુને છુપાવ્યા 
પણ કયા સુધી છુપાઈ શકે?
 
શૃંગાર છોડયા, દર્પણ ફોડયા.
કોને કાજ સજે શણગાર?
ચંચળ મન.. મ્લાન વદન..પથરાઈ નજર,
સુધ બુધ ભુલી બાવરી બની..
 
રાહ જુએ આજ પણ...
વાલમ ..ફરશે પાછો ધરભણી?
વાટ જોતી પુતળી બની ગઈ.


Rate this content
Log in