Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
પિરામિડ
પિરામિડ
★★★★★

© Himal Pandya

Others

1 Minutes   12.4K    3


Content Ranking

એક જણમાં જીવવાનું આકરું લાગ્યા કરે!
ને સ્મરણમાં જીવવાનું આકરું લાગ્યા કરે!

આખરે તો બાણશૈયા પર સુવાનું ભાગ્યમાં મારા રહ્યું!
ભીષ્મ માફક રોજ પ્રણમાં જીવવાનું આકરું લાગ્યા કરે!

શ્વાસના હરણાં ઘણું દોડી, તરસથી ટળવળીને હાંફતા ઊભા અહીં;
આટલા ભેંકાર,સૂના સાવ રણમાં જીવવાનું આકરું લાગ્યા કરે!

"પાર્થ" અંતે ભૂલવાનો હોય છે ભૂતકાળને એવું સ્વીકારી ચાલવાનું હોય પણ;
હાથથી સરકી અને નીકળી ગઈ એ એક ક્ષણમાં જીવવાનું આકરું લાગ્યા કરે!

જીવન આકરું

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..