Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gaurang Thaker

Others

3  

Gaurang Thaker

Others

ન પડી જાય,

ન પડી જાય,

1 min
13.7K


કરવતને કહો વૃક્ષમાં સોપો ન પડી જાય,
જોજો તમે આ ડાળથી ટહુકો ન પડી જાય.

મોટી છબી હું ટાંગતા રાખું છું અહીં ધ્યાન,
શૈશવનો દીવાલેથી આ ફોટો ન પડી જાય.

મારામાં તને રાખવાનો ગર્વ મને છે,
તું એમ મને મળ કે આ મોભો ન પડી જાય.

એવું નથી કે કોઇથી આવે ન જુદાઇ,
પણ માનવી ખુદથી અહીં અળગો ન પડી જાય.

હું રોજ અહીં મનને સતત એમ કહું છું,
બે ચાર સુખોનો તને ચસકો ન પડી જાય

હું પાત્રનો અભિનય હવે સાચો કરું છું દોસ્ત,
અધવચ હવે આ મંચનો પરદો ન પડી જાય


Rate this content
Log in