Rupali Choksy

Inspirational


2  

Rupali Choksy

Inspirational


સપનાંઓની માયાજાળ

સપનાંઓની માયાજાળ

1 min 6.6K 1 min 6.6K

નવી ઈચ્છાઓનાં બચ્ચાં રોજ જન્મ લઈ સળવળે છે,

સપનાંઓ ઝલક બતાવી રોજ બારાત લઈ ટળવળે છે.

 

એકાંતમાં ઊગતી ભ્રમણાઓ મનને વીંટળાઈ જાય છે,

ઝંખનાઓનું પાનેતર ઓઢી કયારેક હૃદય ખળભળે છે.

 

તૃષ્ણા બની ભટકી રણ ખરીદવા નીકળી છું આજે,

ખુદને લીલામ કરૂ તો પણ મારૂ નસીબ ઝળહળે છે.

 

મૃત ઇચ્છાઓને સજાવી હંમેશ સંતાનને માથે થોપે છે,

સપંતિની દોડમાં માં-બાપ તેને હાથો બનાવી ચળવળે છે.

 

મૂર્તિમંત બની બેઠી હું વંટોળના ચક્રવાત વાવાઝોડામાં,

અતૃપ્ત અવસ્થામાં જીવે સપનાંઓ "યશવી" હરપળે છે.

 

 

 


Rate this content
Originality
Flow
Language
Cover Design