ક્યાં ઊગે છે?
ક્યાં ઊગે છે?
1 min
13.8K
સૂર્ય અમસ્તો ક્યાં ઊગે છે?
એ પણ ભૈ કર્મે જાગે છે.
છે ઝાડો ને ફૂલો સ્તબ્ધ,
શું પ્રભાત દિવ્ય રાગે છે?
છે એ આંખે ભમરો તેથી
પંખીઓ કલરવ માંગે છે.
ને મીઠા મધુરા છે ગીતો,
તો શાને આગો લાગે છે?
કોઈ થોડું જીવે છે તોયે,
લાંબા કરતા ગણું લાગે છે.
ક્યાં અમસ્તા કોઈ પૂજે છે?
કઈ લેવા દુનિયા ભાગે છે?
લો મેં કાઢી આળસ ફેંકી,
તોયે ઈશ્વર સામે તાગે છે.