Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

કોને ખબર !

કોને ખબર !

1 min
6.6K


તારો એક ખર્યો હશે કોને ખબર!
આભ કેટલું રોયું હશે કોને ખબર!

વાદળોની આ વણઝાર તો ગઈ ચાલી,
આ રાતે કેટલું ખોયું હશે કોને ખબર!

પ્રેમઘેલો ચાંદ આજ ખાય છે ડૂસકાં,
એનું દિલ કોઈએ તોડ્યું હશે કોને ખબર!

તારાઓ પણ બધા લાગે કેટલા ખામોશ,
એમણે પણ કેટલું છોડ્યું હશે કોને ખબર!

તમરાઓ પોક મૂકીને હશે 'જશ' રોયા,
એટલે તો ઝાકળ બન્યું હશે કોને ખબર!


Rate this content
Log in