Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
 જિંદગી બદલાઈ ગઈ
જિંદગી બદલાઈ ગઈ
★★★★★

© Pragna Vashi

Others

1 Minutes   13.8K    5


Content Ranking

એક ઠોકર જ્યાં મળી ત્યાં જિંદગી બદલાઈ ગઈ,
ફૂલ સાથે હોય કંટક,વાત એ,સમજાઈ ગઈ.

વાત શાહીથી લખી તો ડાયરી ખરડાઈ ગઈ,
વાત જીવનની લખી પ્રત્યેક પળ હરખાઈ ગઈ!

આંખનાં સોગન દીધાં ને એટલે ચમક્યું નથી,
આંસુ સાથે ભીતરે કૈં યાદ પણ ધરબાઈ ગઈ.

ક્યાંથી ઉત્તર શોધવા ઇચ્છાના અઘરા કોયડા,
જિંદગી આ શ્વાસને મ્હેકાવતાં ખરચાઈ ગઈ.

વિશ્વ સુંદર હોય એને પામવા સુંદર બની,
લોક કદરૂપા મળ્યા ‘પ્રજ્ઞા’ પછી કરમાઈ ગઈ. 

વાત સ્યાહી જિંદગી ડાયરી ફૂલ કંટક જીવન

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..