Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Devika Dhruv

Others

4.1  

Devika Dhruv

Others

મા મને બહુ યાદ આવે

મા મને બહુ યાદ આવે

1 min
20.7K


માર્ચનો મહિનો ફરે ને મા મને બહુ યાદ આવે.
એક ઝીણી વેદના બંધ બારણેથી બહાર આવે. 

આમ તો સૌ કહે છે, કુદરતમાં વસંત આવીને ખીલી,
કેમ સમજાવું કે, મારા મનમાં ખરતા પાન આવે. 

હાડ, લોહી, ચામ સઘળું જેનું અમને આ મળ્યું છે,
એને માટે કંઈ કર્યું નહી, આજ એવું ભાન આવે. 

રોજ કાગળ-પેન લઈ શાંતિથી ને ધીરે ધીરે,
કંઈક લખતી ને પછી થોડુંક હસતી, યાદ આવે. 

ઘર મહીં નીચે ઢળી ને કેવી ક્ષણમાં ઉપર ગઈ!
‘છે’માંથી ‘હતી’ થઈ ગઈ, એ જ આ અભાવ આવે. 

‘પંખીને ચણ, તુલસી જળ, ગાયને ઘાસ, આપતી એ;
હર પલે ઝંખુ કે આ દિલે સતત તુજ ગાન આવે. 

માગું તો માંગુ, એ કે તુજ જેવી મુજમાં ઝાંય આવે..
માર્ચ મહિનો આવે ને બસ, મા પ્રબળ યાદ આવે.


Rate this content
Log in