Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Shailesh Joshi

Inspirational Comedy Classics

3  

Shailesh Joshi

Inspirational Comedy Classics

ઉત્તરાયણ...

ઉત્તરાયણ...

1 min
13.5K


ઉત્તરાયણ...

તંગદિલી વચ્ચે ખેલદિલીથી જીવી લેવાનો દિવસ...

દરેક યોદ્ધો પોતાની માની લીધેલી

દ્રૌપદીના વિસ્તારને પોતાનું કુરુક્ષેત્ર 

અને એક કામચલાઉ સારથી અગાઉથી જ ધારી લે છે.

આ દિવસે વડીલોને પતંગોની સાથે નજરોની થતી ખેંચ-તાણને

મૂંગા મોંએ ભીષ્મની જેમ જ જોયા કરવાની....

કાળાં ગોગલ્સ પહેરી આકાશ તરફ ઓછું ને 

સામેની અગાશીએ વધુ જોવાઈ જતું હોય છે...

ગોગલ્સ સૂર્યકિરણોથી બચવા કરતાંય 

આપણી સૂર્યમૂખીની આસપાસ ધગધગતાં

સૌરમંડળથી બચવા વધુ પહેરાય છે.

મોટેભાગે આ દિવસે યુવાનો અર્જુન બની

દ્રૌપદીને જીતવા નીકળી પડે છે...

જે જીતી ગયો એનાં માટે ઉત્તરાયણ અને

હારી ગયેલાં માટે આ દિવસ હંમેશા પ્રશ્નાયણ બનીને રહી જાય છે.

આ બધાની વચ્ચે પણ આ દિવસ આપણી

ઢળી રહેલી આંખ અને પાંખને ઊંચે કરી 

એમાં ઉન્નતિ તરફનો એક નવો રાહ ચીંધી જાય છે...

ને આકાશના આયાત અને અમાપ વિસ્તારનો

આપણને આછેરો ગ્રાફ દઈને જાય.


Rate this content
Log in