મકાન છે,
મકાન છે,
1 min
13.7K
પથ્થરને ઈંટનું ભલે પાકું મકાન છે,
એ ઘર બને ન ત્યાં સુધી કાચું મકાન છે.
વાતોનાં છે વિસામા ને મીઠા છે આવકાર,
પૂછે છે પગરવો મને કોનું મકાન છે?
મારા મકાનનું તને સરનામું આપું,લખ,
ખુલ્લા ફટાક દ્વાર તે મારું મકાન છે.
તારા જ ઘર સુધી મને કેડી લઈ ગઇ,
પ્હેલા હતું જ્યાં ઘર ત્યાં તો ઊંચું મકાન છે.
કોયલ કમાડે આવીને ટહુક્યા કરે છે રોજ,
અફસોસ ના રહ્યો કે આ નાનું મકાન છે.
એક બે ફલાંગે બ્હાર હું જઇ તો શકું છું પણ,
ભીતરની ભીંત ઠેકતા લાંબુ મકાન છે.