Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Saurabh Joshi

Children

2  

Saurabh Joshi

Children

સુઈ જા.. મારા ઓ લાડકા

સુઈ જા.. મારા ઓ લાડકા

1 min
6.8K


સુઈ જા મારા ઓ લાડકા,
પરી તને લાડથી સૂવડાવે છે.
સુઈ જા....
 
આંખોમાં તારી ધેન છે પણ
રમતમાં હજુ તારું ધ્યાન છે.
 
જમવામાં નખરાં ઘણા છે તારા
પણ એ નખરાં મને બહુ ગમે છે.
 
માસુમ સ્મિતને જોઈને તારા
હું તો બધાં દુઃખ ભૂલી જાઉં છું.
 
સ્પર્શીને કોમળ હાથ-પગ તારા
હું તો અનેરો આનંદ પામું છું.
 
મારી તો આખી દુનિયા જ છે તું,
મારી ખુશીનું કારણ છે તું.
 
ગાતી નથી ક્યારેય હું છતાં પણ
બસ તારા માટે હું ગાઉં છું.
 
આંખો છે નાની પણ સપના ઘણાં છે,
કરવા તારી આ મા છે.
 
સુઈ જા મારા ઓ લાડકા,
પરી તને લાડથી સૂવડાવે છે.
સુઈ જા....


Rate this content
Log in

Similar gujarati poem from Children