Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel

Romance

5.0  

Ramesh Patel

Romance

ના પૂછજો તમે

ના પૂછજો તમે

1 min
385


ઝીલે આતુર સાગર,

અમૃતા એ ચાંદની ઉરે,

કેવી તરસ હતી મિલનની,

ના પૂછજો તમે.

 

લાવ્યો છે એ ચાહી,

ઉપવનથી પ્રેમને દિલે,

આવી પવન કહેછે શું ?

મને ના પૂછજો તમે.

 

આ વ્હાલ તમારા,

ચૂમે મારા ગાલને ભલે,

લાલી શરમે ઢોળાઇ,

તો ના પૂછજો તમે.

 

ભોળા મનને ભાળો,

રમતા ગાતા બધે હસી

હોઠો ન હસે છૂપા અમથી,

ના પૂછજો તમે

 

કેવાં ઝરણાં ગાતાં સરતાં,

આ ડુંગરે ધસી

ડૂબો ખુદના સંગીત મહીં,

ના પૂછજો તમે

 

વાતો કરતા ગમતા,

તમ આ બે જ નયનો મને

આંખોએ શી વાત ઝીલી, 

ના પૂછજો તમે

 

દોડે ગગને આ વાદળ,

મસ્ત મલકતા સદા

આ ભીંજવતું છે કોણ મને ?

ના પૂછજો તમે

 

ને ખીલતું આટલું સરસ પ્રભા,

ના જાણતા અમે

આ ‘દીપ કયા ગગને વિહરે,

ના પૂછજો તમે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance