Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragna Vashi

Others

3  

Pragna Vashi

Others

આમ–તેમ

આમ–તેમ

1 min
13.3K


ને આમ કંઈ મળે તો કંઈ તેમ પણ વછૂટે,
તારું ને મારું હૈયું, શાનો હિસાબ મૂકે?

તારા બધા હુકમ જે, ઉત્તર કદી ન માગે,
મારા બધા જવાબો મૂંગા રહીને પુછે!

લૂંટાઈ જે ગયા છે, એને હવે ન પૂછો,
‘સ્વ’ના વજૂદ સામે, શું શું હવે આ ખૂટે?

જોડ્યું છે હૈયું લઈને સંવેદનાની સાંકળ,
એ કાચ તો નથી કંઈ કે કાચ જેમ તૂટે!

વરસી જશે ભલે તું વાદળ બની અષાઢી,
ભીંજાઉં હુંય એવી છો જાત મારી ડૂબે!


Rate this content
Log in