Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kunjal Chhaya

Classics Inspirational

3.9  

Kunjal Chhaya

Classics Inspirational

મોર બની થનઘાત કરે

મોર બની થનઘાત કરે

2 mins
20.6K


મોર બની થનઘાત કરે

મન મોર બની થનઘાત કરે.

ઘનઘોર ઝરે ચઁહુ ઑર, મારું મન મોર બની થનઘાત કરે.

બહુરંગ ઉમંગનાં પીંછ પસારીને

બાદલસું નિજ નેનન ધારીને

મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે,

મન મોર બની થનગાટ કરે.

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે

ગુમરી ગુમરી ગરજાટ ભરે

નવે ધાન ભરી સારી સીમ ઝૂલે,

નદીયું નવજોબન ભાન ભૂલે

નવ દીન કપોતની પાંખ ખૂલે

મધરા મધરા મલકાઈને મેડક મેહસું નેહસું બાત કરે

ગગને ગગને ગુમરાઈને પાગલ મેઘઘટા ગરજાટ ભરે

નવમેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે

મારાં લોચનમાં મદઘેન ભરે.

વન-છાંય તળે હરિયાળી પરે

મારો આતમ લ્હેર-બિછાત કરે

સચરાચર શ્યામલ ભાત ધરે.

મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઈ સારી વનરાઈ પરે

ઓ રે! મેઘ આષાઢીલો આજ મારે દોય નેન નીલાંજન-ઘેન ભરે

ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ-મહોલ અટારી પરે

ઊંચી મેઘ-મહોલ અટારી પરે !

અને ચાકમચૂર બે ઉર પરે

પચરંગીન બાદલ-પાલવડે

કરી આડશ કોણ ઊભેલ અરે!

ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે,

ઓલી કોણ પયોધર સંઘરતી વિખરેલ લટે ખડી મે'લ પરે!

નદી-તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહાર એ કોણ વિચાર કરે,

પટકૂળ નવે પાણી-ઘાટ પરે !

એની સૂનમાં મીટ સમાઈ રહી,

એની ગાગર નીર તણાઈ રહી,

એને ઘેર જવા દરકાર નહીં.

મુખ માલતીફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે!

પનિહાર નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે!

ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે,

ચકચૂર બની ફૂલ-ડાળ પરે!

વિખરેલ અંબોડાના વાળ ઝૂલે,

દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે,

શિર ઉપર ફૂલ-ઝકોળ ઝરે.

એની ઘાયલ દેહના છાયલ-છેડલા આભ ઊડી ફરકાટ કરે,

ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ-બકુલની ડાળ પરે!

મોર બની થનગાટ કરે

આજે મન મોર બની થનઘાત કરે

મન મોર બની થનઘાતકરે.

તમરાંને સ્વરે કાળી રાત ધ્રૂજે,

નવ બાદલને ઉર આગ બૂઝે,

નદીપૂર જાણે વનરાજ ગ્રુંજે.

હડૂડાટ કરી, સારી સીમ ભરી, સરિતા અડી ગામની દેવડીએ,

ઘનઘોર ઝરે ચઁહુ ઑર, મારું મન મોર બની થનગાટ કરે.

મન મોર બની થનઘાત કરે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics