અત્તરની
અત્તરની
1 min
6.9K
હું સોળનો, એ સત્તરની,
સૌરભ હશે એ અત્તરની.
શું છે નફો શું ખોટ કે?
કિંમત બધે ય પડતરની.
ગણ દાખલા અનુભવ થકી
ક્યાં છે જરૂર ભણતરની?
પારંગત છું વેપારમાં;
વાત કર ને તું વળતરની.
માંડ પગલાં હળવેકથી;
છે જિંદગી તરબતરની.