સાંપડી છે
સાંપડી છે
1 min
6.9K
નજરને ગમેલી કળી સાંપડી છે,
હ્રદયમાં વસેલી પરી સાંપડી છે.
જગતની રસમને વિસારી વટાવી,
પ્રણયને વરેલી લડી સાંપડી છે.
ચમનના નજારે નજાકત ધરેલી,
ભલી પાંગરેલી ધરી સાંપડી છે.
ઉમર ભર રહી સાથ નાતો નભાવે,
મને એક પ્યારી સખી સાંપડી છે.
સદીની થપાટો સહેલી નિરંતર,
ઉમંગો ભરેલી જમી સાંપડી છે.
જગી ચાહતો એ ભરી આરજુએ,
નવી આજ માસૂમ ઘડી સાંપડી છે.