Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragna Vashi

Others

0.8  

Pragna Vashi

Others

એક અધૂરો નિબંધ

એક અધૂરો નિબંધ

1 min
13.5K


વર્ગમાં હું બોલી:
મા સાથેની સુખદ ક્ષણો યાદ કરીને
એક સંવેદનસભર નિબંધ લખો
બધાં છાત્રો પૂરી તલ્લીનતાથી લખતાં હતાં
 
પણ આ શું?
માત્ર છેલ્લી પાટલી ઉપરનો એક છાત્ર કશું જ લખતો ન હતો
 
મેં કહયું: નિબંધ તો સાવ સહેલો છે, છતાં તું આમ હાથ જોડીને --
બીજાએ તો લખી પણ નાંખ્યો અને એક તું છે જે --
 
આ પહેલાં પૂરા બે દિવસ 'મા' વિષય ભણાવ્યો તેનું શું?
આવું તે કંઈ હોય? મારી મહેનતનું શું?
 
ફૂટપટ્ટીવાળો મારો હાથ સ્હેજ ગુસ્સાથી ઉચકાયો --
પણ ત્યાં જ --
 
એ બાળકનો દયનીય ચહેરો જોઈ
હું ગુસ્સો ગળે ઉતારી પીઠ ફેરવું છું, ને ત્યાં જ --
ટીચર, બધાને તો મા છે -- જયારે મારે તો --
ટીચર મા વિના સંવેદના? ટીચર 'મા' એટલે શું?
 
હું કંપી ઉઠી, મારી અંદર એક અગમ્ય ભીંસે ભરડો લીધો
બાળકની આંખેથી પેલો પ્રશ્ર્ન દદડવાની તૈયારીમાં જ હતો
 
ને એ સાથે જ ફૂટપટ્ટી હાથમાંથી સરી પડી
બેઉ હાથે પૂરી તીવ્રતાથી એને છાતી સરસોં ચાપતાં હું બોલી ઉઠી
બેટા -- મા એટલે કે -- તારી આ -- 'ટીચરમા ' --
 
અને એ જ ક્ષણે જાણે કે --
મારી શેર માટીની ખોટમાં
પૂરી મૌલિકતાથી --
એક
સુગંધિત ફૂલ ખીલવીને
ખુદ
ઈશ્વરે જ જાણે કે --
મા તેમજ દીકરાંનો
અધૂરો રહી ગયેલ
એક સંવેદનસભર નિબંધ
પૂર્ણ કરી આપ્યો!


Rate this content
Log in