Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Heena Pandya (ખુશી)

Romance

3  

Heena Pandya (ખુશી)

Romance

રાત જાગતી રહી.

રાત જાગતી રહી.

1 min
178


રાત જાગતી રહી,ને હું મ્હેકતી રહી,

ઘેન આ ભરી હવે,આજ ચ્હેકતી રહી.


ઈશ્ક જો કર્યો જગે ,ભૂલવું પડ્યું ઘણું,

એટલે જ તો પછી,આગ દહેકતી રહી.


ટેરવે છરી અડી,શબ્દની અને જુઓ,

હું બની છું મોરની,ડાળ ટહેકતી રહી.


સંભળાય છે હવે,મધુર ગીત પ્રેમનાં,

રાગ છેડતાં શિખર,ખીણ ગહેકતી રહી.


લાલ રંગ પાથરી,પાંદડે સજી રહ્યો,

એ "ખુશી" પલાશમાં ,ખૂબ બહેકતી રહી.


Rate this content
Log in