Gaurang Thaker

Others


4  

Gaurang Thaker

Others


એ ક્ષણો ગઝલની છે.

એ ક્ષણો ગઝલની છે.

1 min 13.3K 1 min 13.3K

કોઈ ને મદદ કરતાં, ટોળાંમાં જે દેખાઈ, એ ક્ષણો ગઝલની છે.
આમ માણસાઈની, જોઉં જ્યાં હરિફાઈ, એ ક્ષણો ગઝલની છે.

કોઇ ઘરમાં આજે પણ, બાપ લાકડી બદલે દીકરાને ટેકે હોય
જોઉં છું હું જ્યારે કોઈ, દીકરામાં દીકરાઈ, એ ક્ષણો ગઝલની છે.

જે ઘડી તમે અહીંયા, હોવ છો તમારામાં, એ પળે જો એવું થાય,
ભીતરે જે વાગે છે, સાંભળી લ્યો શરણાઈ, એ ક્ષણો ગઝલની છે.

વહાલ ઘરની ભીંતોમાં, ઘર કરીને રહેતું હો, ને હો વાતો સંવાદી 
દોસ્ત, એવા સરનામે, જાત જ્યારે રોકાઈ, એ ક્ષણો ગઝલની છે.

તું કહે મને જ્યારે "માંગ માંગ માંગે તે અબઘડી હું આપી દઉં"
બસ પછી હું માંગુ કે આપ તું કબીરાઈ, એ ક્ષણો ગઝલની છે.


Rate this content
Originality
Flow
Language
Cover Design