Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prakruti Shah

Drama

2  

Prakruti Shah

Drama

દારૂડિયો

દારૂડિયો

1 min
537


એ દારૂ પીવે કે દારૂ એને પીવે,

એ દુનિયા ને ખબર નથી.


ચિક્કાર પી ને પડ્યો છે રાજાપાઠ માં,

એને દુનિયા ની કંઈ ખબર નથી.


દારૂ ના ઘૂંટડે ઘૂંટડે અનુભવાતી એની વેદના, 

આ દુનિયા ને ખબર નથી.


ક્યાં હતી આ દુનિયા, 

ડગલે પગલે થતો અન્યાય એણે કર્યો સહન.

નાનપણ થી મા-બાપે કર્યો ભેદભાવ,

લગ્ન થતા મળ્યો પત્નીનો વિચિત્ર સ્વભાવ.


હસતા મુખે એણે સ્વીકાર્યું એનું નસીબ,

લાડકી દીકરીનો બાપ હતો ખુશનસીબ.

પણ આંખ સામે પિંખાઈ એની લાડકવાયી,

શુ વાંક હતો એ આઠ વર્ષની માસૂમ કળીનો.


દીકરીને રાક્ષસોથી ન બચાવી શક્યો,

બસ આ જ ભાર સાથે તૂટતો રહ્યો લાચાર બાપ.

અન્યાય સામે ઉઠાવ્યો અવાજ,

પણ એની વહારે ના આવ્યો સમાજ.


દીકરી ગુમાવવાની વેદનાથી હારી ગયો એ બાપ,

પણ દુનિયા માટે બની ગયો એ દારૂડિયો.


ઉજડી ગઈ એની દુનિયા, 

એ દુનિયા ને ખબર નથી.

અને દુનિયા ને લાગે છે કે,

આ દારૂડિયાને જિંદગીની કોઈ કદર નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama