Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Babulal Chavda

Others

3  

Babulal Chavda

Others

રહ્યા,

રહ્યા,

1 min
7.2K


આંખ  સામે  જીર્ણ  ગઢના  કાંગરા ખરતા રહ્યા,
ને   કથાનક     કાંકરાંની    જેમ  વિસ્તરતા રહ્યા.

ખારવાની  કેમ  થઇ  ગઇ  ઝેર  જેવી  જિંદગી?
જ્યાં  ગયો  ફાટેલ   સઢ  સામે જ ફરફરતા રહ્યા.

ભીંતના  સૌ    ચીતરેલા   મોરલા   ઊડી   ગયા,
ફક્ત    લીલાછમ્મ  ટહુકા  ટોડલા સ્મરતા રહ્યા.

આ  અવિચળપદ  જુઓને  કેટલું  મોંઘું પડ્યું!
આજ પણ એક જ પગે જાણે કે તપ કરતા રહ્યા.

જન્મ   પામ્યા  જેટલા  ઉન્મત્ત  આ  એકાંતમાં,
એ   વિચારો  પણ  પછી  ઉન્માદમાં સરતા રહ્યા.


Rate this content
Log in