Pramod Mevada

Others


2  

Pramod Mevada

Others


જેવું નથી જ.

જેવું નથી જ.

1 min 1.1K 1 min 1.1K

સહુ છે પોતાનામાં મસ્ત કે'વા જેવું નથી જ,
ઘર છે કાચનું પણ મસ્ત રે'વા જેવું નથી જ.
 
ભલેને વહે પૂર્વથી પશ્ચિમ આ ઠંડી હવાઓ,
લાગે ભલે હૂંફાળો પવન વ્હેવા જેવું નથી જ .
 
હજુ કેટલા ઘાવ છે દુઝવામાં શું ખબર,
પણ આ દર્દ મીઠું હવે સ્હેવા જેવું નથી જ.
 
બનતા બની જવાશે કઠોર ક્ષણમાં અહીં,
વાણી વર્તાય નરમ પણ મેવા જેવું નથી જ.
 
ભલે હો અલગ અહીં પાપ પુણ્યનાં કાટલા,
અલગારી સહુ અહીં માથે લેવા જેવું નથી જ .


Rate this content
Originality
Flow
Language
Cover Design