ભોળા શંકર તમે.
ભોળા શંકર તમે.
સદા સન્મતિ આપો ભોળા શંકર તમે,
દુઃખ કુમતિનું કાપો ભોળા શંકર તમે,
આવ્યો શરણે દીન બનીને શંભુભોળા,
હરો જગના સંતાપો ભોળા શંકર તમે,
અંતર મારું તુજને ઝંખે અવિરત કેવું!
ટાળો મુજનાં પાપો ભોળા શંકર તમે,
એક આશા તારી મને દેવ દિલાવર તું!
હું કરું તમારાં જાપો ભોળા શંકર તમે,
દર્શન દેજો હરજી ભૂલીને અપરાધો,
મને ઉરભાવથી માપો ભોળા શંકર તમે.