Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

થાકી ગયો છું..

થાકી ગયો છું..

1 min
13.6K


આરામ  કરી  કરીને  થાકી ગયો છું.
થાક  ઉતરે  એવું  એક  કામ શોધુ  છું.

કહે છે સૌ પ્રેમ કેરીને છલકી ગયો છું.
ભરી  લે  કોઈ એવુ એક પાત્ર શોધું છું.

દરિયામાં  વસવાટ  છે ને તરસ્યો છું.
છીપે  તરસ એવુ  એક  ટીપું  શોધું છું.

જીતવાની  કોશિશો માં  હારી ગયો છું.
હવે હારીને જિતુ ઍવો દાવ શોધું છું.

વગર ગુને  અપરાધી  બની  ગયો છું.
ગુનો કરી ને કેદી ની આઝાદી શોધું છું.

ખૂબ  લડી લડી ને હવે  હાંફી ગયો છું.
સ્થપાય શાંતિ ઍવુ છેલ્લૂ યુદ્ધ શોધું છું.

અનુભવોથી ઘડાય  ને પાકી ગયો છું.
ખરી પડાય એવી ભવ્ય ક્ષણ શોધું છું.

તમને  કોણે કીધુ  કે  હું મરી ગયો છું.
હું તો મર્યા પછી નવુ જીવન શોધુ છું.

“પરમ” ની શરાબથી  બહેકી ગયો છું.
હોશ લાવે એવુ “પાગલ” પન શોધું છું.

 

 


Rate this content
Log in