Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiranjogidas Oghani

Others

3  

Kiranjogidas Oghani

Others

અશ્રુની ભાષા

અશ્રુની ભાષા

1 min
13.4K


અશ્રુની ભાષા કદી વંચાય શું?
સુખનું કે દુ:ખનું કદી પરખાય શું?
 
આંખમાં ઢાંક્યું કશું ઢંકાય ના
લાગણી રોકી કદી રોકાય શું?
 
હોય કે ના હોય એ; પણ હો તડપ
આ હ્રદયને પ્રેમનો પર્યાય શું!
 
આભમાં ઊંચે ભલેને એ ઊડે
એક રજથી સૂર્ય લગ પ્હોંચાય શું?
 
સ્વપ્ન તૂટ્યાનો કદી ના શોર થ્યો
દિલ તૂટે તો ચીસ પણ નંખાય શું!
 
સુખ વધે છે વ્હેંચવાથી સાચુ છે
દુ:ખ બજારે કોઈ દી વેચાય શું?
 
હોય મુંઝારો છતાં જીવે બધા
જીવવાનુ એટલે છોડાય શું?


Rate this content
Log in