Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
અક્સર- કસર
અક્સર- કસર
★★★★★

© Nayan Nimbark

Inspirational

1 Minutes   6.8K    0


Content Ranking

છે માત્ર બે પગ, ને કાપવાની જોજનોની સફર;

ક્યાંક બસ બે શ્વાસો પૂરતીએ રહી જાય ના કસર!!

વરસી રહ્યો છે મેહુલો આજ, જાણે દિલ ખોલીને;

ને વિચારોનાં પૂરમાં હું થઈ ગયો તરબતર!!

કહી રહ્યા છે મિત્રો કેવા હાલચાલ આ લોકના;

બધું જાણીનેય છેવટે તો હું રહ્યો સાવ બેખબર !!

મળશે જિંદગી ઉગતી ઉષાના પહેલાં જ કિરણે આવીને;

એ જાણીને વેડફતો રહ્યો હું શ્વાસો આખી રાતભર!!

લ્યો, હવે ગણી રહ્યો છું ચંદ સિક્કાઓ, વેડફીને ખજાનો;

શું ફાયદો, હવે તો કરવી તોય કોના માટે કરકસર??

મળશે બે નજરો, ને એની નજરો જરુર હસી પડશે;

હર જનમમાં અંતિમ શ્વાસે જ અમે મળીએ છીએ પરસ્પર!!

વળી આ શું ઉગી નીકળે છે આ અજવાળામાંથી;

અંધારામાં તો દેખાતો નથી પડછાયોય આખર!!

જરૂર આવશે હર વખતની જેમ આ વખતે પણ શણગાર સજીને;

એણે કહ્યું છે, બસ વિતી જાવા દે જિંદગીની આ પાનખર!!

કવિતા નજર જિંદગી

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..