રમૈની
રમૈની
1 min
13.4K
કાગળ રોવે કર્મો લખતા,
સાવજ રોવે ભીતર જોતા
પાપે એના ભાંડા ફૂટતા,
જીવન કાજે દહાડા ખૂટતા
હૈયે રાખે પાપી જીવડાં,
ક્યાંથી સળગે આતમ દીવડા
ભજે હરિનું નામ કાગડા,
ધોવે જીવન પાપો બાંકડા
મારા તારા ભેદો ખોટા,
કેવા છે માયાના લિસોટા
યમો બાંધે જીવે પાટા,
બાકી છે આ ઈશ્વરના સાટા.
સાખી
વાદળ તારા નાના છોરા શાને રોવે ?
કેવી આ પછડાટો ફોરાં જાતો ધોવે,
રોઈ આભો સાથી કાજે સૂરો જોવે,
જો આ ધરતી સાથે એની વ્હાલો ખોવે.