Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harshida Dipak

Drama Fantasy Romance

3  

Harshida Dipak

Drama Fantasy Romance

'દલડું ભીનું ભીનું મલકે'

'દલડું ભીનું ભીનું મલકે'

1 min
13.1K


ધકધક થાતું દલડું આજે ભીનું ભીનું મલકે,

ભીનેરી વાદળીયું વરસે જાણે એક જ પલકે,

દલડું ભીનું ભીનું મલકે.....!


અષાઢનાં આંબલીયે દીધો મોરલીયે ટહુકારો,

શ્રાવણની ઝરમરમાં ધબકે કોનો આ ધબકારો,

ધબકારે ધબકારે કોઈ છાનું છાનું છલકે ....! .

દલડું ભીનું ભીનું મલકે....!


મધરાતે આવેને તોયે બે કાંઠામાં વરસે,

મોંઘાંમુલું અમૃત પીવા ધરતી એને તરસે,

ડાળે બેઠા મેના - પોપટ મીઠું મીઠું મરકે ....!

દલડું ભીનું ભીનું મલકે....!


રસબસતી ધારોમાં આજે કાંટો મુજને વાગ્યો,

એ કાંટાથી જોબનિયામાં રંગ કસુંબલ જાગ્યો,

મણિગરને મળવા માટે મનડું આજે ધબકે ....!

દલડું ભીનું ભીનું મલકે....!


Rate this content
Log in

Similar gujarati poem from Drama