Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
છું હું
છું હું
★★★★★

© Dharmendra Solanki

Others

1 Minutes   7.3K    6


Content Ranking

મુદ્દતોથી અહીં સચવાયો છું હું,
એની કાજલ ભરી આંખોથી અંજાયો છું હું.

સફર ખેડવી બહુ મુશ્કેલ લાગી જીવનની,
મરજીવા માફક ઘણી વાર ડુબાડાયો છું હું.

ઓ ચાંદ.. ઓ તારા.. તમે ભલે આસમાનના વારસ,
ધરાની વસિયતમાં ગણાવાયો છું હું.

એવું નથી કે ફક્ત વાગોવાય જ છું,
નેક દિલોથી ઘણી વાર નવાજાયો છું હું.

આમ તો આખું તોફાન મારી અંદર જ છે,
તોયે શાંત સરિતા કહેવાયો છું હું.

ઘણી ચૂપકીઓમાં જીવ્યો છું સદા,
ઘણાં લોકોને ઘણો સંભરાયો છું હું.

જીવનની અહેમિયત ત્યારે સમજાયી 'ધર્મ',
પોતાનાઓથી જ્યારે જીવાડાયો છું હું.

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..