Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others Romance

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others Romance

મોહ બારીકનો

મોહ બારીકનો

1 min
14.3K


આ આંખોમાં એક ઉજાગરો હતો કે પછી,

એ મસ્ત નશો હતો તારા જ ઈન્તજારનો.


એક રસ્તો જોયો હતો તુજ નયનોમાં મેં,

એ જ તો એક નકશો હતો મારી મંઝિલનો.


હવેતો ઉછળતી લહેરો પણ શમી ગઈ છે,

એને પણ છૂપો ડર તો હતો જ સાહિલનો.


એ તો હતી મારા પ્રેમની એક પ્રસ્તાવના,

એ કોઈ બેબુઝ શેર તો નહોતો ગાલિબનો.


આ શ્રદ્ધા પણ આખરે તો હચમચી જ ગઈ,

કે જયારે ભાર લાગ્યો મને આ તાવિજનો.


નિશ્ચિત હતો હું નિખાલસ દુશ્મનોથી સદા,

ને ડર હતો એક માત્ર દોસ્ત તથાકથિતનો,


સ્થૂળ તો સઘળું માયા જ નીકળ્યું "પરમ",

આ "પાગલ"ને મોહ રહ્યો તેથી બારીકનો.


Rate this content
Log in