Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

MILAN LAD

Romance Tragedy

3  

MILAN LAD

Romance Tragedy

અધીરાઈ

અધીરાઈ

1 min
14.4K


તને મળવાની અધીરાઈમાં,

ખુદને દર્પણમાં જોવાનું રહી ગયું!

સજવું હતું, સવરવું હતું,

નાખવું હતું ફૂલ અંબોડે એ પણ ખરી ગયું!


ખળભળાહટ એટલો હતો મનને,

કે કરવું હતું કંઇક ને કંઇક બીજું જ થઈ ગયું!

આવ્યા છો તો બોલો આપ હવે,

પછી એમ ના કહેતા, કહેવું હતું જે એજ રહી ગયું!


જાણું છું, જૂની આદત છે મૌન બની હસવાની,

આતો તમે હવે બોલતા નથી એટલે મારાથી બોલાઈ ગયું!

તમારી તો વાત જ કંઈક અલગ હતી પ્રિય,

આ તો છબી જોઈ તમારી ને ભાવમાં થોડું સરી જવાયું!


ઈશ ને કહોને ફરી સદાને માટે મોકલી દે મારી પાસે,

ના ના રડતી નથી, આ તો આંસુ એક આમ જ આવી ગયું!


આદત નથી ને તમારા વગર એકલા રહેવાની,

બસ યાદ આવી તમારી ને હેરાન કરવા આવી જવાયું!


Rate this content
Log in

Similar gujarati poem from Romance