જોયું જ્યાં
જોયું જ્યાં
1 min
13.7K
જોયું જ્યાં એના ફળિયામાં,
હાથ રહી ગ્યો આગળિયામાં!
છપ્પન ભોગે ભૂખ્યા રે'શું,
જીવ ગયો છે તાંજળિયામાં!
તારામંડળ જોવું છે ને?
આવો મારા ઝળઝળિયાંમાં!
પોસ્ટઑફિસે લેવા આવું,
તું જો આવે કાગળિયામાં!
દીકરાને શું તાવ ભરાયો,
મા બેસી ગઈ માદળિયામાં.
એણે પલ્ટી મારી જોયું,
ગુલાબ ઉગ્યાં બાવળિયામાં!
ટોચ ઉપર તો ટોચ મળે પણ-
'નિનાદ' તળિયું ક્યાં તળિયામાં?