"દાવાનળ- અંદર કે બહાર?"
"દાવાનળ- અંદર કે બહાર?"
1 min
14.1K
ગ્રીષ્મની ધોમધખતી
ખુલ્લી ભેંકાર બપોર,
માથે એના આભ આગ ઓકાવતું,
સળવળે અંદર એક દાવાનળ
ને બીજો ભડકે બાળે અંગેઅંગ,
ભરખાઈ જવું કે ભરખી લેવું?
પહેલો પુરુષ એકવચને બંધાયેલો હું
એને રોકું એ પહેલાં જ
ત્રીજો પુરુષ,
એનો કામાવેગ,
એની વાસના,
એને ઢંઢોળે એ પહેલાં જ
પેલી સ્ત્રીની સપાટ છાતી પર
એનો પહેલો ઘા
દાવાનળ બન્યો લાવા
ને સ્ત્રી બની પત્થર
આંસુ એના હેલીએ ચઢ્યા!