Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

લાગણી લાગણી રમીએ

લાગણી લાગણી રમીએ

1 min
1.4K


ચાલ આપણે લાગણી લાગણી રમીએ 
અરસપરસ આમ એકબીજાને ગમીએ 

ઉત્તર દક્ષિણ ધ્રુવ સમ આપણે 
સૂરજ ચંન્દ્ર જેમ ઘૂમતા આપણે 
આવ આજે તો સાથે સાથે જમીએ 
અરસપરસ આમ એકબીજાને ગમીએ 

કાયમ ઘેરતા અવનવા વિવાદો 
એની વચ્ચે વહેતા મૌન સંવાદો 
છોડી બધું મનમૂકીને ખડખડાટ હસીએ 
અરસપરસ આમ એકબીજાને ગમીએ 

વર્ષોથી કાયમ પાસે પાસે રહેતા 
નાના અમથા એક ઘરમાં વસતા 
'જશ' હવે એકમેકના દિલમાં વસીએ 
અરસપરસ આમ એકબીજાને ગમીએ 

ચાલ આપણે લાગણી લાગણી રમીએ 
અરસપરસ આમ એકબીજાને ગમીએ 


Rate this content
Log in