Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragna Vashi

Others

3  

Pragna Vashi

Others

બે ઘડી આ પૂર...

બે ઘડી આ પૂર...

1 min
13.4K


બે ઘડી આ પૂર પાછાં જો પડે,
મારું હોવું કે ન હોવું સાંપડે.
 
જળ બન્યું મૃગજળ પછીની યાતના,
મોત પણ કેવું ચડ્યું છે ચાકડે?
 
લ્યો, દિવાલો પણ ગણે નુકસાન જ્યાં,
વેદનાના શ્વાસ ખૂટ્યા આંકડે.
 
કોણ, કોને, ક્યાં સુધી ટેકા કરે ?
સ્વાર્થના દર્પણ વમળમાં આથડે.
 
જો વધે વરસાદ મારી આંખનો,
બંધ તૂટે, પાંપણોને પરવડે?


Rate this content
Log in