Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jitendra Bhavsar

Others

2  

Jitendra Bhavsar

Others

'શૂન્ય' સાહેબની ગઝલ પરથી પ્રેરિત હઝલ..

'શૂન્ય' સાહેબની ગઝલ પરથી પ્રેરિત હઝલ..

1 min
1.4K


કે દૂર તુજથી રહું મને એવી દશા મળે,
સુખ એવુંયે મળે અને સુખની દવા મળે.
 
મારાથી દૂર રહે સદા એવી સનમ મળે,
એવી મળે સનમ મને જે બેવફા મળે.
 
સંસાર નાવ જેણે ડુબાડી હતી કદી,
દઉં કેટલીયે ગાળ, જો એ નાખુદા મળે.
 
જેણે કરી હતી પ્રથા, લગ્નો તણી શરૂ,
મારા મતે પ્રથમ ખરી એને સજા મળે.
 
ઉંમર થઈ નથી, ચાહું છું એટલે,
મંડળ નવા મળે અને મહિલા નવા મળે.
 
જીવન તણા આ આખરી સુક્કા મૂકામ પર,
શોધી રહ્યા નયન, સનમ રૂપે ખુદા મળે.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 


Rate this content
Log in