Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
એક ઈશારો તો આપ
એક ઈશારો તો આપ
★★★★★

© Vipul Patel

Others

1 Minutes   14.1K    6


Content Ranking

રાહી છું હું તારા પ્રેમનો એક ઈશારો તો આપ,
જરા હળવેકથી તું મારા  દિલના દરિયાને માપ;
લે મેં કર્યું તોફાન અમસ્તું તારું નામ લેવાનું હવે,
થઈ શકે તો દિલના સુરમાંથી તારા નામને કાપ.

 

કૂંપળનું ખીલવું ને પેહલા પ્રેમનું થવું સાથે થાય છે,
તને જોયા વગર જ ફક્ત આમ ચાહવું સાથે થાય છે;
હશે કઈ કેટલાય અરમાનો દિલમાં તોફાન સાથે હવે,
હવે મંઝિલની સાથે ચાલવું ને તરફડવું સાથે થાય છે.

 

આ મેહફીલ લઈ લો ને મને મારા મિત્રો લાવી દો,
એ ચાની ચુસ્કીને મસ્ત પેલા સાદા ચિત્રો લાવી દો;
યાદ છે ગલી-નુક્કડ-શેરી-ચોરો ને નિર્દોષ "તોફાન"
એ બચપણના હતા તે બધા પાછા પાત્રો લાવી દો.

 

એ પલકો નું શરમાવું યાદ છે મને,
ને  તે પાંપળનું ઢળવું યાદ છે મને;
લે  હવે રોજ એ બંધ આંખે  જોવાનું,
એ  આંસુનું  સરવાનું  યાદ છે મને.

 

કિરણમાં આજ કાણું કર્યું,ને મેં સ્હેજ અંધારું કર્યું,
વાદળનું  બિછાનું  કર્યું, ને મેં સ્હેજ નોધારું કર્યું.
મને લાગ્યો તો થાક, ઓ જિંદગી "તોફાન"થી,
ને અંધારાનું ખાણું કર્યું, ને મેં સ્હેજ ગોજારું કર્યું.

મુક્તક

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..