Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Megh Bindu

Others

3  

Megh Bindu

Others

ક્યાં જઈ કરીએ વાત

ક્યાં જઈ કરીએ વાત

1 min
6.6K


ક્યાં જઈ કરીએ વાત
કહોને! ક્યાં જઈ કરીએ વાત.

રાતરાણીથી પવન રિસાયો
કરીએ કોને વાત,
વલખ્યા કરતી આશાઓ સૌ;
વ્યાકુળ બનતી રાત,
આ મનનો ઉલ્કાપાત,
કહોને! ક્યાં જઈ કરીએ વાત.

ફૂલપાન વિનાની ડાળી,
આપે છે આઘાત,
લય વિનાની લાગણીઓમાં;
સંબંધોની વાત,
વધતો રાત દિવસ ઉત્પાત,
કહોને ક્યાં જઈ કરીએ વાત.  


Rate this content
Log in