Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

નટવર મહેતા

Romance

2  

નટવર મહેતા

Romance

સગપણ સગપણ રમીએ..

સગપણ સગપણ રમીએ..

1 min
6.5K


ચાલો હવે આપણે સગપણ સગપણ રમીએ!
ને સમજીએ તો સમજણ સમજણ રમીએ !!

મોટાં થતા થતા ખોટા થઈ જશું એક દિવસે!!
છોડી ખોટી મોટાઈ બચપણ બચપણ રમીએ!

રાહ-એ-ઇશ્ક પર ઘણી તો રહેવાની મુશ્કેલી!
સાથ સાથ રહીને અડચણ અડચણ રમીએ!!

કુછ તો લોગ કહેંગે, લોગોકા કામ હૈ કહેના !
ખામોશ રહીને બન્ને ચણભણ ચણભણ રમીએ!

તમારી આંખમાં હું દેખાઉં, મારી આંખમાં તમે!
ફોડી સહુ આયનાઓ દરપણ દરપણ રમીએ !!

દરદ તમારા સૌ આપો મને ને મારા લો તમે !
ક્યાંક બેસી નિરાંતે અરપણ અરપણ રમીએ !!

સાથ છે આપણો તો યુગોથી જન્મ જન્માંતરનો
છોડી સહુ ફિકર ચિંતા ને મરણ મરણ રમીએ!!

વિરહમાં વહેતા આંસુ કદીય નથી હોતા ખારા!
રડતા રડતા હસી ગળપણ ગળપણ રમીએ!!

મળીએ અને અલગ થઈએ અને ફરી મળીએ!
ફરી અચાનક મળી વળગણ વળગણ રમીએ!!

વખત વખતનું કામ કરે નટવર, તો ભલે કરે!
હસતા રમતા આપણે ઘડપણ ઘડપણ રમીએ!!


Rate this content
Log in

More gujarati poem from નટવર મહેતા