Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

અમને ગમે

અમને ગમે

1 min
7.1K


આમ સજન થોડું હસો તો અમને ગમે 
આમ સજન સાથે રમો તો અમને ગમે 

જુઈ સમ મહેકતા ક્યાં સુધી રહીએ આમ 
રિસાઈને ક્યાં સુધી અક્કડ રહેશો શ્યામ 
નમણી ડાળ થઈ નમો તો અમને ગમે 
આમ સજન સાથે રમો તો અમને ગમે 

હવે તો બંધ થઈને સુનમુન પડી છે પાયલ 
તમારી વેણુના સુરોએ એને કરી છે ઘાયલ 
દર્દીલી વેદનાનો ભાર ખમો તો અમને ગમે 
આમ સજન સાથે રમો તો અમને ગમે 

પ્રતિક્ષા કરીને આંખો પણ થાકી છે અમારી 
શબરી બનીને જોઈએ છીએ રાહ તમારી 
રામ બની એંઠા બોર જમો તો અમને ગમે 
આમ સજન સાથે રમો તો અમને ગમે 

જડતો નથી રસ્તો જેમ મુસાફરને રણમાં 
અટવાયા છીએ 'જશ' અડાબીડ વનમાં 
ભોમિયા બનીને સંગ ભમો તો અમને ગમે 
આમ સજન સાથે રમો તો અમને ગમે 

આમ સજન થોડું હસો તો અમને ગમે 
આમ સજન સાથે રમો તો અમને ગમે 


Rate this content
Log in