Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Harshida Dipak

Others

2  

Harshida Dipak

Others

ખુલ્લા આકાશમાં

ખુલ્લા આકાશમાં

1 min
7.2K


અગાસીયે ઢોલિયે સૂતી હતી
ખુલ્લુ આકાશ
તારાનું ટમટમ
ચંદ્રનો પ્રકાશ
ભીતરમાં ઉધડયો છે ભીનો અવાજ
ચાલ આજ હવે તું ખુલ્લા આકાશમાં
ઉડવાને ખોલ તારી પાંખ
આવ તારી પ્રીતસભર દુનિયાને સજાવ મારી સાથ
 
અને.. જાણે કે..
હાથ મારો પકડ્યો --
પાંખ ખોલી ફરફરતી
ઝરણાંના કલકલમાં વહેતી
પર્વતની ટોચે પડઘાતી
દરિયાના મોજામાં ડુબતિ
ધરતી પર લીલુડી લહેરાતી
ઊભી રહી ઉગમણે દ્વાર
 
ખેતર વચ્ચોવચ્ચ 
ભરીને પીધું..
આખું આકાશ
આ--
શૃગમસ્ત આંખમાં


Rate this content
Log in