Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Divya Bhanushali

Inspirational

2  

Divya Bhanushali

Inspirational

ચાલ ને થોડી વાર બેસીએ ...

ચાલ ને થોડી વાર બેસીએ ...

1 min
7.1K


સરસ મજાનું જીવન જીવ્યા આપણે
ક્યારેક પ્રેમથી ક્યારેક સમજદારીથી
જીવનનાં આ ઉબડખાબડ રસ્તા પર
ક્યારેક તમે હાથ ઝીલ્યો ક્યારેક મેં બાજી સંભાળી
આજે ફરી એકબીજાનો હાથ ઝાલીને ચાલને થોડી વાર બેસીએ

કેટલાક સારાં- નરસા અનુભવ જીવ્યા
પણ ક્યારેય થાકનો અનુભવ ન થયો
એક ધાર્યો પ્રેમ અને લાગણીઓના પ્રવાહથી
એક બીજાની સાથે રહ્યા
સમય સાથે તાલથી તાલ મિલાવવા પોતાની જાતને બદલ્યા
આજે જીવનનાં એક મહત્વના પડાવ પર ચાલને થોડી વાર બેસીએ

મને ઘણું બધું કહેવું છે ને ખૂબ સાંભળવું છે
સરી પડેલા સમયને મુઠ્ઠીમાં બાંધવો છે
નાનકડો શબ્દ 'સમય'ને વર્ષો વીતી ગયા
એ વિતી ગયેલા વર્ષોનું મંથન કરવું છે
ઘણું બધું પામ્યા ને થોડું છૂટી પણ ગયું
એ છૂટેલી ક્ષણોને વાગોળવા ચાલને, થોડી વાર બેસીએ

પ્રેમ અને લાગણીઓને જોડી પંખીઓની જેમ માળો બાંધ્યો
એ માળામાં સબંધોને જીવ્યા ને પ્રેમથી સાચવ્યા
સમયની સાથે કેટલાક જોડાયા ને થોડા ઘણા રિસાયા પણ,
એ રિસાયેલાઓને કેમ મનાવવા એ વિચારવા ચાલને થોડી વાર બેસીએ..


Rate this content
Log in