Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arvind Patel

Others

2  

Arvind Patel

Others

લીલા લહેર છે!

લીલા લહેર છે!

1 min
1.2K


કોઈ કહે સુખ કોઈ કહે દુઃખ
મારે તો મનથીય લીલા લહેર છે!
 
કોઈ જાય દેશ કોઈ જાય પરદેશ
મારે તો ગામમાંય લીલા લહેર છે!
 
કોઈ કહે પ્રેમ કોઈ કહે ઈશ્ક
મારે તો સદાબહારમાંય લીલા લહેર છે!
 
કોઈ થાય ડૉક્ટર કોઈ થાય વકીલ
મારે તો શિક્ષકમાંય લીલા લહેર છે!
 
કોઈ જાય કાશી કોઈ જાય કાબા
મારે તો ઘરના તાબામાંય લીલા લહેર છે!
 
કોઈ ઉજવે બર્થડે કોઈ ઉજવે એનીવર્સરી
મારે તો નર્સરીથીય લીલા લહેર છે!
 
કોઈ કહે વીવો કોઈ કહે ઓપો
મારે તો સેમસંગથીય લીલા લહેર છે!
 
કોઈ જીવે ભૂતકાળમાં કોઈ જીવે ભવિષ્યમાં
મારે તો વર્તમાનમાંય લીલા લહેર છે!
 
કોઈ કહે ભોળાનાથ કોઈ કહે ભવનાથ
મારે તો દિનાનાથમાંય લીલા લહેર છે!
 
કોઈ કહે હિન્દુ કોઈ કહે મુસલમાન
મારે તો ઈન્સાનિયતમાંય લીલા લહેર છે!


Rate this content
Log in