Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Purohit

Inspirational

3  

Neha Purohit

Inspirational

અમે બેઠા છીએ

અમે બેઠા છીએ

1 min
13.5K


ગાગાલગા ગાગાલગા ગાગાલગા

ચાલ્યા ગયા છે પગ, અમે બેઠા છીએ,

જોયાં કરે છે જગ, અમે બેઠાં છીએ.

એ જોઇને લોકો નવાઈ પામતા,

ધરતી થતી ડગમગ, અમે બેઠા છીએ.

જે બોલવાનું મન થયું બોલી જજો,

મોંમા ભરીને મગ, અમે બેઠા છીએ.

બસ, લાગણીના પૂરમાં તાણી જ લો,

તોડી બધી રગરગ, અમે બેઠા છીએ.

રણ સાંઢણીના પગરવે હરખાય છે,

થૈ ચૂંદડી ફગફગ, અમે બેઠા છીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational