Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others Romance

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others Romance

વલોપાત

વલોપાત

1 min
14.1K


એમ ક્યાં કદી કોઈનું થવાય છે,

બસ આ લાગણીઓ ઘવાય છે.


અરમાનો સ્વપ્નો અને આરઝુઓ,

પછી ભીતર ભીતર અથડાય છે.


પેલા જળ ઝાંઝવાના જોયા પછી,

એક રણ અપેક્ષાઓનું રચાય છે.


વિરહ વિચારોની ભીડ વચ્ચે પણ,

હવે મારું એકાંત પણ ગભરાય છે.


હવે વલણ જમાનાનું જોયા પછી,

આ વલોપાત તો વધતો જ જાય છે.


નજરમા શુષ્ક આશનો સંચાર,

આંખોને ઓર ભીની કરી જાય છે.


આ તમન્નાઓના ઓલવાતા ચરાગની,

ધુમ્રસેર ચહેરો તારો રચી જાય છે.


એક "પરમ" આશ તને પામવાની

મને ઓર "પાગલ" બનાવી જાય છે


Rate this content
Log in